આન સાંગ હોંગ, ખ્રિસ્ત જે બીજી વાર આવ્યા, તેમણે 1948 માં ત્રીસ વર્ષની ઉંમરમાં બાપ્તિસ્મા લીધું અને રાજા દાઉદની ભવિષ્યવાણી પ્રમાણે, સત્યના પ્રકાશને પ્રકાશિત કરવા માટે સુવાર્તાના પોતાના જીવનની શરૂઆત કરી.
તે આ પૃથ્વી પર માનવજાતિને બચાવવા માટે એક માણસના રૂપમાં આવ્યા, અને મહિમા અને સન્માનથી નહિ પણ દર્દ અને પીડાથી ભરેલું જીવન જીવ્યું.
1918 માં તેમનો જન્મ થયો હોવાથી, તેથી તેમણે જાપાની કબજા દરમિયાન શોષણ અને દમનના યુગમાંથી પસાર થવું પડ્યું.
જ્યારે ખ્રિસ્ત આન સાંગ હોંગે તેમનું સેવાકાર્ય શરુ કર્યું, ત્યારે કોરિયા પ્રજાસત્તાક આત્મિક રૂપથી ઉજ્જડ અને વિનાશક પરિસ્થિતિઓમાં હતું.
શારીરિક રૂપથી પણ વાતાવરણ ખૂબ ખરાબ હતું.
તે સમયે, કોરિયા પ્રજાસત્તાક, જે હમણાં જ જાપાની સામ્રાજ્યવાદથી મુક્ત થયું હતું, 1950 માં ફાટી નીકળેલા કોરિયાઈ યુદ્ધ પછી વિશ્વના સૌથી ગરીબ દેશ તરીકે અપમાનિત થઈ ગયું હતું, અને બધા લોકોને જીવનની ગંભીર કઠણાઈઓમાંથી પસાર થવું પડ્યું હતું.
જેમ ખ્રિસ્ત ઈસુએ 2,000 વર્ષ પહેલા કર્યું હતું, તેમ ખ્રિસ્ત આન સાંગ હોંગે જીવનના નિયમનું પાલન કર્યું અને સુવાર્તાનો પ્રચાર કર્યો, ભલે તે તુચ્છ અને અપમાનિત કરવામાં આવ્યા હતા.
આ કઠણ પરિશ્રમના કારણે તેમની ગરદન પર હાથ જેટલી મોટી ગાંઠો હતી.
તેમણે તે મહેનતથી મળેલ વેતનનો ઉપયોગ પ્રચાર ખર્ચ અને જીવનનું સત્ય પ્રગટ કરનાર પુસ્તકો લખવા માટે કર્યો. તેથી તે ઘણી વાર જવના દળિયાથી અથવા ભોજન છોડીને પોતાની ભૂખને તૃપ્ત કરતા હતા.
આટલી સખત દિવસની મજૂરી પછી, તેમણે આખી રાત માનવજાતિના ઉદ્ધાર માટે પુસ્તકો લખ્યા, અને ઘણા દિવસોના ઉપવાસ અને બલિદાન દ્વારા નવા કરારના સત્યને પુનઃસ્થાપિત કર્યું.
ખ્રિસ્ત આન સાંગ હોંગે પૃથ્વી પર તેમના માનવ જીવનને સમાપ્ત કરવાના ચાર વર્ષ પહેલા, અને ચર્ચને તેમના શિષ્યોને સોંપ્યાના ચાર વર્ષ પહેલા મીડિયા દ્વારા તેમના મૃત્યુ વિશે ભવિષ્યવાણી કરી હતી.
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી નવા કરારના સત્યને પાળે છે અને ખ્રિસ્ત આન સાંગ હોંગના નમૂનાને અનુસરીને વિશ્વભરના 7.8 અબજ લોકોને ઉદ્ધારના સમાચારનો પ્રચાર કરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ