ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી આન સાંગ હોંગ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે જે બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે બીજી વાર આવ્યા.
જ્યારે શિષ્યોએ 2,000 વર્ષ પહેલા ઈસુને તેમના બીજા આગમનની નિશાની વિશે પૂછ્યું, તો તેમણે તેમને અંજીરના વૃક્ષનું દ્રષ્ટાંત શીખવા કહ્યું.
હવે અંજીરી પરથી તેનું દ્દષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે, ને પાંદડાં ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. (માથ્થી 24:30–33).
અંજીરના વૃક્ષના દ્દષ્ટાંત દ્વારા, ઈસુએ તેમના બીજા આગમનનો સમય બતાવ્યો.
ત્યારે, બાઇબલમાં અંજીરીનું વૃક્ષ શું દર્શાવે છે?
જૂના કરારના સમયથી, અંજીરનું વૃક્ષ ઇઝરાયલને દર્શાવે છે (યર્મિયા 24:5).
નવા કરારના સમયમાં, ઈસુએ પણ તેમની શિક્ષાઓમાં ઇઝરાયલની સરખામણી અંજીરના વૃક્ષ સાથે કરી હતી (માર્ક 11:12–14, 20–21).
ઇઝરાયલના ઇતિહાસમાં, જે અંજીરના વૃક્ષ દ્વારા દર્શાવવામાં આવ્યું છે, ઈસુના બીજા આગમનના સમય વિશે એક રહસ્ય છે.
“અંજીરની ડાળી કુમળી થાય છે ને પાંદડાં ફૂટવા માંડે છે” નો અર્થ છે કે સુકાયેલું અંજીરનું વૃક્ષ ફરી સજીવન થાય છે.
આ દર્શાવે છે કે ઇઝરાયલ, જેનો નાશ કરવામાં આવ્યો હતો, પુનઃસ્થાપિત કરવામાં આવશે.
જેમ ઈસુએ ભવિષ્યવાણી કરી હતી, ઇ.સ 70 માં રોમન સામ્રાજ્ય દ્વારા ઇઝરાયલને નષ્ટ કરી દેવામાં આવ્યું, અને તે ભટકનારાઓનું જીવન જીવતા લગભગ 1,900 વર્ષો સુધી વિશ્વભરમાં વિખેરાઈ ગયું.
ખ્રિસ્ત આન સાંગ હોંગે અંજીરના વૃક્ષના દ્દષ્ટાંતની ભવિષ્યવાણીને પુરી કરી
બીજા વિશ્વયુદ્ધના સમાપ્ત થયા પછી, ઇઝરાયલે તેની સ્વતંત્રતાની ઘોષણા કરી અને તેના ભૂતપૂર્વ વતન ફિલીસ્તીનમાં એક રાજ્યની સ્થાપના કરી.
બીજા શબ્દોમાં, જેમ ઈસુએ ભવિષ્યવાણી કરી હતી તેમ અંજીરનું વૃક્ષ સજીવન થયું.
ઇતિહાસકારો કહે છે કે ઇઝરાયલની સ્વતંત્રતા એક એવો ચમત્કાર છે જે દુનિયામાં ક્યાંય જોવા મળતો નથી.
જોકે, તે માત્ર એક ઐતિહાસિક ઘટના ન હતી.
આ એક ભવિષ્યવાણીનું ચિહ્ન હતું જેણે આખી દુનિયાની સામે ઘોષણા કરી કે પરમેશ્વરની યોજના પ્રમાણે ઈસુ બીજી વાર આવ્યા.
જેમ સુકાયેલું અંજીરનું વૃક્ષ ફરી સજીવન થયું, તેમ 1948 માં ઇઝરાયલનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું. આ વર્ષમાં, ઈસુ બીજી વાર આવવાના હતા અને બાપ્તિસ્મા લીધા પછી સુવાર્તાનું કાર્ય શરૂ કરવાના હતા.
તેમણે નવા કરારની સુવાર્તાને પુનઃસ્થાપિત કરવાની પણ હતી જેને તેમણે 2,000 વર્ષ પહેલા સ્થાપિત કરી હતી.
ખ્રિસ્ત આન સાંગ હોંગ તે ઈસુ છે જે બાઇબલની ભવિષ્યવાણીઓને સંપૂર્ણ રીતે પુરી કરવા માટે બીજી વાર આવ્યા.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ